Sunday, December 11, 2011

BALOTSAV-2011


બાલોત્સવ કાર્યક્રમ - ૨૦૧૧
ભિલોડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. ૧૨/૧૨/૧૧ થી ૧૭/૧૨/૧૧ દરમ્યાન બાલોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. શાળાઓને આપવામાં આવેલ સમય પત્રક અનુસાર આઠ તાસની અંદર બાળકો વિષયવસ્તુનું અધ્યયન શાળાકીય પુસ્તકોની બહાર(સ્થાનિક સંદર્ભો) સાથે રાખી કરશે. શિક્ષકો માર્ગદર્શકની ભૂમિકામાં રહી ફેસીલીટેટર તરીકે કાર્ય કરશે. બાળકો પ્રાર્થના કાર્યક્રમની સાથે સાથે પુસ્તક વાંચન, વાર્તા કથન, સંગીત, કાવ્ય કથન, સર્જનાત્મક પ્રવૃત્તિ, માટી કામ, કાગળ કામ, વિવિધ રમતો (યોગ) સાથે પોતાનું અધ્યયન પણ કરશે.
ચિલ્ડ્રેન્સ યુનિ., જીલ્લા પંચાયત, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, શિક્ષક સંઘ, ભિલોડા બીઆરસી, સીઆરસીઓની મદદથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આપ સૌને નમ્ર આમંત્રણ છે. ભિલોડા તાલુકાની પ્રાથમિક શાળાઓની મુલાકાત લઇ શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રયત્નોને બિરદાવવા માટે આપ જરૂરથી સહભાગી બનશો.

No comments:

Post a Comment